શ્રી પ્રેરણા ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત યુવા પ્રેરણા સુરક્ષા માં જોડાવવા માટે ના નિયમો:
-
આ યોજનામાં ૧૫ થી ૫૦ વર્ષની ઉંમર સુધીના સ્ત્રી/પુરુષ સભ્ય થઈ શકશે. (સમયાંતરે ફેરફાર)
-
આ યોજનાનું કાર્યક્ષેત્ર સમગ્ર ભારત ભરમાં રહેશે.
-
આ યોજનામાં સમગ્ર ભારતભરતના કચ્છ કડવા પાટીદાર સતપંથ સમાજની વ્યક્તિ સભ્ય થઈ શકશે.
-
દરેક સભ્યની નોંધણી ફી જે તે સમયે નક્કી થયેલ હશે તે પ્રમાણે ભરવાની રહેશે.
-
દરેક સભ્યએ મૃત્યુદીઠ ડી.એફ.સી. તે વર્ષ દરમિયાન નક્કી થયેલ હશે તે પ્રમાણે ભરવાની રહેશે. સતત ૩૫ વર્ષ સુધી.
-
દાખલ ફી સમયએ એડવાન્સ ડેથ ફી ફાળા રૂપે ફક્ત એક વખત આપવાના રહેશે.
-
આ યોજનામાં એ.ડી.એફ.સી. ભર્યા બાદ 90 દિવસ પછી કવરેજ ચાલુ થશે.
-
સભ્યના અવસાન પછી સભ્યની ડી.એફ.સી. રકમ નોમીનીને આપવામાં આવશે.
-
આ યોજનામાં જોડાનાર સભ્યને કોઈપણ પ્રકારની બિમારી હોય તો અરજીપત્રકમાં દર્શાવવી ફરજીયાત છે.
-
ભરવામાં આવેલ અરજીપત્રકની ચકાસણી કર્યા બાદ સભ્યપદ મંજુર કે ના મંજુર કરવામાં આવશે. તે અંગેની જાણ પ્રતિનિધિને કરવામાં આવશે.
-
યોજનામાં સ્વેચ્છાએ જાડાતા હોવાથી કોઈપણ પ્રકારનો વાંધો ઉઠાવી શકશે નહીં. તેમજ તેમના વાલી વારસાને બંધનકર્તા રહેશે.
-
જેતે વર્ષના ડિસેમ્બર માસમાં ડી.એફ.સી. પેટે સભ્ય દીઠ થતી રકમ આપવાની રહેશે. ત્યારબાદ લેટ ફી પેટે રૂ. 500/- એક માસ સુધી ભરી શકશે. ત્યાંર બાદ ન ભરનારનું સભ્યપદ રદ થઈ જશે.